બ્રહ્મ સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમી દ્વારા સ્થાપિત “એકોસ્ટિકા રેકોર્ડિંગ સ્ટુડિયો” ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન મંગળવાર, 16 જૂન 2026ના રોજ કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે જાણીતા રેડિયો જોકી આર.જે. રાધિકા (રેડિયો સિટી) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્ટુડિયો ગાયન, વોઇસ-ઓવર, ડબિંગ, પોડકાસ્ટ રેકોર્ડિંગ, મ્યુઝિક પ્રોડક્શન, મિક્સિંગ-માસ્ટરિંગ તેમજ સંગીત શિક્ષણ માટેની આધુનિક અને વ્યાવસાયિક સુવિધાઓથી સજ્જ છે. તેનો મુખ્ય હેતુ સંગીતપ્રેમી યુવાનો, ગાયકો, કલાકારો અને સર્જકોને એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

આ સમગ્ર પહેલ ડૉ. મિતાલી નાગ દ્વારા કરવામાં આવી છે તથા સંચાલન સપ્તક વ્યાસ દ્વારા કરવામાં આવશે.
સ્થળ: એકોસ્ટિકા રેકોર્ડિંગ સ્ટુડિયો, 18, પ્લેટિનમ પ્લાઝા, IOC પેટ્રોલ પંપ સામે, સત્યા માર્ગ, બોડકદેવ, અમદાવાદ – 380054.
સંગીતપ્રેમીઓ, કલાકારો, વિદ્યાર્થીઓ, મીડિયા પ્રતિનિધિઓ તથા શુભેચ્છકો આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તથા શુભકામનાઓ પાઠવી હતી.

More Stories
‘ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ સીઝન ૩’નું વાડજ સ્થિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે ભવ્ય આયોજન કરાયું : વિવિધ ક્ષેત્રોની ઉભરતી પ્રતિભાઓ અને પ્રેરણાદાયી સંઘર્ષયાત્રાઓનું કરાયું બહુમાન
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે જેબીએમ ગ્રુપના ‘સર્વોત્કર્ષ ૨૦૨૬’નું ઉદ્ઘાટન – વિઠલાપુરમાં આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણની પહેલને વેગ
સન ફૂ ક્વોક એરવેઝે ૧૦૫ ભારતીય ટ્રાવેલ એજન્ટો સમક્ષ ફૂ ક્વોક-અમદાવાદ રૂટ રજૂ કર્યો