જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના આશીર્વાદ — “આ માત્ર ફિલ્મ નથી, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના સંદેશને નવી પેઢી સુધી પહોંચાડવાનો દિવ્ય પ્રયાસ છે.”
ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય લീലાઓ અને સનાતન સંસ્કૃતિની ભવ્યતાને મોટા પડદા પર રજૂ કરતી ફિલ્મ “કૃષ્ણાવતારમ પાર્ટ 1 – હૃદયમ” બીજા અઠવાડિયામાં પણ પોતાની સફળતાનો સફર જાળવી રાખીને નવો ઇતિહાસ રચી રહી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના અનેક દેશોમાં પ્રદર્શિત થતી આ ફિલ્મ હવે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આંદોલનનું સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે.

ફિલ્મને ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવ્યા પછી દર્શકોમાં ઉત્સાહ વધુ વધી ગયો છે. પરિવારો, યુવાનો, વડીલો અને બાળકોમાં ફિલ્મ માટે વિશેષ ઉત્સુકતા જોવા મળી રહી છે.
લેખક-દિગ્દર્શક હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત અને સજ્જન રાજ કુરુપ દ્વારા નિર્મિત આ ભવ્ય ફિલ્મ લેખક રામ મોરીના પ્રસિદ્ધ પુસ્તક “સત્યભામા” પર આધારિત છે.
ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તા (શ્રીકૃષ્ણ), સુષ્મિતા ભટ્ટ (રાધા), નિવાશિની કૃષ્ણન (રુક્મિણી), સંસ્કૃતિ જયાના (સત્યભામા) અને જે. કાર્તિક (સત્રાજિત) જેવા કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે અને તેમના અભિનયથી વાર્તાને જીવંત બનાવી છે.

More Stories
ફિલ્મ રિવ્યુ: ‘ધરપકડ’ – ડિજિટલ યુગનું અદ્રશ્ય જોખમ અને જકડી રાખતો રોમાંચ
અમદાવાદમાં ‘ગુજરાત આઇકોનિક સ્ટાર એવોર્ડ્સ (GISA) 2026’ના ચોથા વર્ષનું આયોજન કરાયું
ફિલ્મ ‘ધરપકડ’નું પાવરફુલ રેપ સોન્ગ ‘છળકપટની ધરપકડ’ થયું રિલીઝ