બોલિવૂડના ‘ખેલાડી’ અક્ષય કુમારની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું શાનદાર ટ્રેલર રિલીઝ થતાં જ ફેન્સમાં ભારે ઉત્સાહ છે. જો કે, આ દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 36 વર્ષ પૂરા કરનાર અક્ષય કુમારના રિટાયરમેન્ટની ચર્ચાએ જોર પકડ્યું છે.
અક્ષય કુમારની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને તેને દર્શકો તરફથી શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. અક્ષયના ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં અંદાજે 30 સ્ટાર્સને કાસ્ટ કરવામાં આવ્યા છે અને તમામે શાનદાર કામ કર્યું છે. આ દરમિયાન અક્ષય કુમારની નિવૃત્તિ (રિટાયરમેન્ટ)ની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
મુંબઈમાં ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ની ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટ રાખવામાં આવી હતી, જેમાં ફિલ્મની લગભગ આખી સ્ટાર કાસ્ટ પહોંચી હતી. આમાં દિશા પાટની, જેકલીન, રાજપાલ યાદવ અને અન્ય સ્ટાર્સ લીડ રોલમાં છે અને તેઓ પણ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અક્ષય કુમારને સવાલ કરવામાં આવ્યો કે, ‘તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 36 વર્ષથી કામ કરી રહ્યા છો, તો ક્યારેય એવું મન નથી થતું કે તમે રિટાયરમેન્ટ લઈ લો?’
અક્ષય કુમારને આવે છે ‘રિટાયરમેન્ટનો ખ્યાલ’
આ સવાલના જવાબમાં અક્ષય કુમારે કહ્યું, ‘આવું થાય છે, સવારે 4 વાગ્યે થાય છે જ્યારે હું ઉઠું છું પરંતુ તેના 5 સેકન્ડ પછી યાદ આવે છે કે, મારે શૂટ પર જવાનું છે. આ પછી મને યાદ આવે છે કે 300 લોકો મારી રાહ જોઈ રહ્યા હશે, પછી શૂટિંગ પર જાઉં છું. આ પછી બીજા દિવસે રિટાયરમેન્ટ વિશે વિચારું છું, તો બસ આવું જ ચાલ્યા કરે છે અને આવું કરતાં કરતાં જ 36 વર્ષ વીતી ગયા છે.’
અક્ષય કુમારે આગળ રિટાયરમેન્ટ પર કહ્યું, ‘મેં રિટાયરમેન્ટ પર કહેવા માંગીશ કે, જો હું રિટાયર પણ થઈ ગયો તો શું થઈ જશે. એમ પણ ઘરે બેઠા બેઠા શું મળી જશે. વધુમાં વધુ ઈલેક્ટ્રિશિયનનું કામ મળી જશે. હું ડોગ વોકર (કૂતરા ફેરવનારો) બની જઈશ. ગાર્ડનર (માળી) બની જઈશ. ઘરના બધા કામકાજ મને મળશે. મને લાગે છે કે, હું આના કરતાં કામ પર જાઉં અને રિટાયર ના થાઉં તે વધારે સારું લાગે છે.’
અક્ષયે આગળ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા અંગે કહ્યું, ‘મારું પણ મન થાય છે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું. મેં કોશિશ પણ કરી પરંતુ એક દિવસ પછી તેમણે કહ્યું કે, પિતાજી તમે ક્યારે જશો કામ પર? તો તમે કામ પર જાઓ બસ થઈ ગયું. સાચું કહું તો મને તો આ શબ્દ જ ખોટો લાગે છે. માણસ રિટાયર ત્યારે જ થાય જ્યારે મરવામાં 5 સેકન્ડ બાકી હોય. રિટાયર કોઈ ન થતા. જીવનભર કામ કરજો.’

More Stories
એક્શન અને ડ્રામાથી ભરપૂર સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘મિજાજ’ હવે ૨૫ જૂનથી JOJO એપ પર થશે સ્ટ્રીમ!
જોજો ઓટીટી એપ વીઝેડવાય એપ પર લાઈવ થઈ, દેશભરમાં ડીશ ટીવી યુઝર્સ સુધી પહોંચનો વિસ્તાર કરશે
રહસ્ય અને રોમાંચથી ભરપૂર ફિલ્મ ‘કડકનાથ’નું ધમાકેદાર ટ્રેલર આઉટ!