*બિઝનેસ ઓનર્સ અને ફાઉન્ડર્સ AI નો ઉપયોગ કરીને વાસ્તવિક ઓપરેશનલ સમસ્યાઓ માટે સોફ્ટવેર બનાવશે, જેમાં સૌથી પ્રભાવશાળી બિઝનેસ ટ્રાન્સફોર્મેશન (વ્યવસાયિક પરિવર્તન) કુલ INR 1 કરોડના પ્રાઈઝ પૂલ માટે સ્પર્ધા કરશે.
બેંગલુરુ, ભારત, 26 જૂન 2026: ઝડપથી વિકસતા AI સોફ્ટવેર ક્રિએશન પ્લેટફોર્મ ‘ઇમર્જન્ટ’ ) એ ભારતીય વ્યવસાયોને તેમની પોતાની કામગીરીને અનુરૂપ સોફ્ટવેર બનાવીને AI-નેટિવ (AI-આધારિત) બનવામાં મદદ કરવાના હેતુથી ઉદ્યોગસાહસિક અને કન્ટેન્ટ ક્રિએટર રાજ શમાણી સાથે ભાગીદારીમાં દેશવ્યાપી ચેલેન્જ શરૂ કરી છે.
આ પહેલ ભારતભરના બિઝનેસ માલિકો, સ્થાપકો અને ઓપરેટરોને તેમના વ્યવસાયમાં રહેલી વાસ્તવિક સમસ્યાને ઓળખવા, ઇમર્જન્ટનો ઉપયોગ કરીને સોફ્ટવેર સોલ્યુશન બનાવવા, તેને રોજિંદા કામકાજમાં લાગુ કરવા અને તેની અસર પ્રદર્શિત કરવા માટે આમંત્રિત કરે છે. સૌથી શ્રેષ્ઠ ત્રણ બિઝનેસ ટ્રાન્સફોર્મેશનને રાજ શમાણી અને ઇમર્જન્ટ તરફથી કુલ INR 1 કરોડના પ્રાઈઝ પૂલમાંથી પુરસ્કૃત કરવામાં આવશે.
આ ચેલેન્જ એ વધતી જતી માન્યતા પર આધારિત છે કે ભારતની આગામી વ્યવસાયિક વૃદ્ધિ માત્ર નવા સ્ટાર્ટઅપ્સથી જ નહીં, પરંતુ વર્તમાન વ્યવસાયો દ્વારા તેમની કામગીરી સુધારવા માટે સોફ્ટવેર અને એઆઈ અપનાવવાથી આવશે. ઉત્પાદકો, વેપારીઓ, લોજિસ્ટિક્સ કંપનીઓ, સપ્લાય-ચેઈન ઓપરેટર્સ, D2C બ્રાન્ડ્સ અને ફેમિલી-રન વ્યવસાયો ઘણીવાર વિખરાયેલી સિસ્ટમો અને મેન્યુઅલ પ્રક્રિયાઓ પર આધાર રાખે છે, કારણ કે કસ્ટમ સોફ્ટવેર બનાવવું પરંપરાગત રીતે ખર્ચાળ, સમય માંગી લેતું અને તકનીકી કુશળતા પર નિર્ભર રહ્યું છે.
ઇમર્જન્ટના માધ્યમથી, વ્યવસાયના માલિકો સામાન્ય બોલચાલની ભાષાનો ઉપયોગ કરીને ફૂલ-સ્ટેક સોફ્ટવેર એપ્લિકેશન્સ બનાવી શકે છે. આ તેમને પરંપરાગત સોફ્ટવેર ડેવલપમેન્ટ સાયકલ વિના ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, લીડ ટ્રેકિંગ, વર્કફ્લો ઓટોમેશન, ઓર્ડર મેનેજમેન્ટ અને ઓપરેશનલ વિઝિબિલિટી માટેના ટૂલ્સ બનાવવાની સુવિધા આપે છે.
આ પહેલ ઉદ્યોગસાહસિકો અને ક્રિએટર્સ દ્વારા નવી ટેક્નોલોજી અપનાવવા માટે પ્રભાવિત કરવાની રીતમાં આવી રહેલા વ્યાપક બદલાવને પણ દર્શાવે છે. માત્ર ઓડિયન્સને AI ટૂલ્સનો પરિચય કરાવવાને બદલે, આ ઝુંબેશ વ્યવસાયના માલિકોને તેમની પોતાની કામગીરીમાં સોલ્યુશન્સ બનાવવા અને તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જે વાસ્તવિક વ્યવસાયિક પડકારોને ઉકેલવા માટે AI નો કેવી રીતે વ્યવહારિક ઉપયોગ થઈ શકે તેના જીવંત ઉદાહરણો પૂરા પાડે છે.
ઇમર્જન્ટના કો-ફાઉન્ડર અને સીઈઓ મુકુંદ ઝાએ જણાવ્યું હતું કે, “મોટાભાગના વ્યવસાયોને વધુ સોફ્ટવેરની જરૂર નથી. તેમને એવા સોફ્ટવેરની જરૂર છે જે દર્શાવે કે તેમનો વ્યવસાય વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે. અત્યાર સુધી, તે બનાવવા માટે સમય, નાણાં અને તકનીકી સંસાધનોની જરૂર પડતી હતી જે ઘણા વ્યવસાયો પાસે હોતા નથી. AI આ સ્થિતિને બદલી નાખે છે. અમે બતાવવા માંગીએ છીએ કે એક ઉત્પાદક, વેપારી, લોજિસ્ટિક્સ ઓપરેટર કે સ્થાપક હવે પોતાના વ્યવસાયની આસપાસ ટૂલ્સ બનાવી શકે છે અને મહિનાઓ નહીં, પણ ગણતરીના દિવસોમાં પરિણામો જોવાનું શરૂ કરી શકે છે.”
આ ઝુંબેશના ભાગરૂપે, રાજ શમાણીએ પણ ઇમર્જન્ટનો ઉપયોગ કરીને AI દ્વારા પોતાના વ્યવસાય માટે વાસ્તવિક સોફ્ટવેર બનાવ્યું છે, આ પ્રક્રિયાનું ડોક્યુમેન્ટેનશન કર્યું છે અને ભારતીય વ્યવસાયિકોને સાબિત કરી બતાવ્યું છે કે સોફ્ટવેર બનાવવું હવે માત્ર ડેવલપર્સ કે મોટી કંપનીઓ પૂરતું મર્યાદિત નથી રહ્યું.
“દરેક વ્યવસાયના માલિક જાણે છે કે વ્યવસાયની અંદર એવી અડચણો હોય છે જે વૃદ્ધિને ધીમી પાડે છે. વર્ષોથી, તેનો ઉકેલ લાવવાનો અર્થ ડેવલપર્સ, એજન્સીઓ અથવા ટેકનિકલ ટીમોને હાયર કરવાનો થતો હતો. આજે, AI એ સમીકરણ બદલી નાખ્યું છે. જો તમે સમસ્યાને સ્પષ્ટપણે સમજો છો, તો તમે જાતે જ તેનો ઉકેલ બનાવવાનું શરૂ કરી શકો છો. આ ચેલેન્જ વ્યવસાયના માલિકોને એ બતાવવા માટે છે કે જ્યારે તેઓ રાહ જોવાનું બંધ કરે છે અને પોતે બનાવવાનું શરૂ કરે છે ત્યારે શું શક્ય બની શકે છે,” તેમ રાજ શમાણીએ જણાવ્યું હતું.
જે ભારતીય વ્યવસાયિકો AI અને સોફ્ટવેર દ્વારા સૌથી નોંધપાત્ર ઓપરેશનલ ઈમ્પૅક્ટ પ્રાપ્ત કરશે તેઓ કુલ INR 1 કરોડના પ્રાઈઝ પૂલ માટે સ્પર્ધા કરશે. આ પુરસ્કાર ઉપરાંત, આ પહેલનો ઉદ્દેશ્ય દેશભરના બિઝનેસ લીડર્સને AI-નેટિવ ભવિષ્યને અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે.

More Stories
આરકે ગ્રુપની કંપની વન્ડર હોમ ફાઇનાન્સ (WHFL) નવી શાખાનું ઉદ્ઘાટન
બેંકર આઇવીએફ ફર્ટિલિટી એન્ડ આઇવીએફ સેન્ટરે રાજકોટમાં નવા ફર્ટિલિટી સેન્ટરનું શુભારંભ કર્યું
શ્રીલંકા ટુરિઝમ દ્વારા ગુજરાતમાં ટ્રાવેલ ટ્રેડ જોડાણોને વધુ મજબૂત બનાવવા અમદાવાદમાં વિશેષ રોડશો યોજાયો