અમદાવાદ, 24 ઓગસ્ટ 2026: ગુણવત્તા, ઉત્તમતા, નવીનતા અને શ્રેષ્ઠ વ્યવસાયિક સંસ્થાઓને પ્રોત્સાહન આપતા પ્રતિષ્ઠિત ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત 15 મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026 નું ભવ્ય આયોજન 24 ઓગસ્ટ 2026ના રોજ નારાયણી હાઇટ્સ, ગાંધીનગર ખાતે બ્લેક ટાઈ ગાલા સેરેમનીમાં કરવામાં આવ્યું હતું.
છેલ્લા 15 વર્ષથી વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી, ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા, નવીનતા અને જવાબદાર વ્યવસાયિક અભિગમ ધરાવતી સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરતું ક્વોલિટી માર્ક એવોર્ડ્સ આજે એક પ્રતિષ્ઠિત મંચ તરીકે સ્થાપિત થયું છે. આ એવોર્ડ્સનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો અને સંસ્થાઓમાં ગુણવત્તાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારાઓને યોગ્ય ઓળખ અને પ્રોત્સાહન આપવાનો છે.
ગુજરાતના મહાનુભાવો અને વિશિષ્ટ અતિથિઓની ઉપસ્થિતિ
15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સની ભવ્ય સાંજમાં ગુજરાત સરકારના માનનીય મંત્રીઓ અને વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમમાં ડૉ. જયરામભાઈ ગામીત, માનનીય રાજ્ય મંત્રી, ઉદ્યોગો તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો વિભાગની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહી હતી.
આ ઉપરાંત ડૉ. પ્રશાંત કોરાટ, ગુજરાત ભાજપના મહામંત્રી વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બોલીવુડ અભિનેત્રી ઈશિતા દત્તાની સેલિબ્રિટી ગેસ્ટ તરીકેની વિશેષ ઉપસ્થિતિએ સમારંભની ભવ્યતામાં વધારો કર્યો હતો. શ્રી વાય. કે. સિંહ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી, શ્રી જનક ઠક્કર, ભાજપના સાંસ્કૃતિક સેલમાથી તથા ક્વોલિટી માર્ક ટ્રસ્ટના સલાહકાર મંડળના સભ્ય શ્રી અરવિંદ વેગડા પણ સમારોહમાં વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ગુણવત્તાની સંસ્કૃતિને મજબૂત બનાવવાનો સંકલ્પ
ક્વોલિટી માર્ક ટ્રસ્ટના સ્થાપક શ્રી હેતલ ઠક્કરે જણાવ્યું હતું કે, “છેલ્લા દોઢ દાયકાથી ક્વોલિટી માર્ક એવોર્ડ્સ દ્વારા અમારો સતત પ્રયાસ રહ્યો છે કે ભારતીય ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્તમતા માટેની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવામાં આવે. 15મું સંસ્કરણ આ યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. અમારો ઉદ્દેશ માત્ર શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓને સન્માનિત કરવાનો નથી, પરંતુ સમગ્ર ઉદ્યોગ જગતને ગુણવત્તા, નવીનતા, ટકાઉપણું અને નૈતિક વ્યવસાય તરફ આગળ વધવા માટે પ્રેરિત કરવાનો છે.”

શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓનું સન્માન
સમારંભ દરમિયાન ઉત્પાદન, સેવાઓ, કૃષિ, શિક્ષણ, આરોગ્યસેવા, ઊર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026થી સન્માનિત કરવામાં આવ્યા.
આ વર્ષના વિજેતાઓએ ગુણવત્તા, સતત સુધારણા, નવીનતા, ટકાઉ વિકાસ અને નૈતિક વ્યવસાયિક અભિગમ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું.
| ક્રમાંક | કંપનીનું નામ | કેટેગરી |
| 1 | દિનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) | મેક ઇન ઇન્ડિયા અને ગ્રીન પહેલ |
| 2 | દરિયા શિપિંગ એજન્સીઝ પ્રા. લિ. | શિપિંગ અને મેરીટાઇમ લોજિસ્ટિક્સ સેવાઓ |
| 3 | વ્રજ જ્વેલર્સ | સિલ્વર જ્વેલરી ડિઝાઇન અને નવીનતા |
| 4 | કાબરિયા ગ્રુપ | પી.જી. આવાસ અને રહેણાંક અનુભવ |
| 5 | યુનિવર્સલ વાલ્વ્સ પ્રા. લિ. | ઔદ્યોગિક વાલ્વ્સ અને એન્જિનિયરિંગ સોલ્યુશન્સ |
| 6 | વારી એનર્જીઝ લિ. | નવીનીકરણીય ઊર્જા અને ટકાઉ સોલાર મેન્યુફેક્ચરિંગ |
| 7 | ઝાયમો કોસ્મેટિક્સ | કોસ્મેટિક્સ મેન્યુફેક્ચરિંગ |
| 8 | રુશિલ ડેકોર લિમિટેડ | નવીનતા અને ટકાઉ મેન્યુફેક્ચરિંગ – ડેકોરેટિવ સરફેસિસ |
| 9 | રેજિયસ લાઇફસ્ટાઇલ | રિટેલ ફેબ્રિક્સ |
| 10 | વેલેન્સિયા ક્લબ એન્ડ રિસોર્ટ | લક્ઝરી હોસ્પિટાલિટી અને રિસોર્ટ |
| 11 | રેમન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડ | પ્રીમિયમ વર્સ્ટેડ ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ |
| 12 | શાહ એન્ડ કો. ડિસ્ટ. પ્રા. લિ. | ઓડિયો-વિઝ્યુઅલ સાધનો |
| 13 | વાઇબ્રેશન સાઉન્ડ ડિઝાઇન | ઓડિયો સોલ્યુશન્સ |
| 14 | શ્રી બાલાજી સન એનર્જી | સોલાર એનર્જી સોલ્યુશન્સ |
| 15 | રુંગ | મહિલાઓની એથનિક ફેશન |
| 16 | ANBR Elixir Pvt. Ltd. (અરિહંત ગ્રુપ) | લિક્વિડ ફર્ટિલાઇઝર સોલ્યુશન્સ |
| 17 | લિટમસ એગ્રી-ટેક પ્રા. લિ. (Redox) | કૃષિ ઇનપુટ્સ અને પાક પોષણ |
| 18 | હેક્સા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ | ટકાઉ કૃષિ સોલ્યુશન્સ |
| 19 | બેલોક્સી સલ્ફર LLP | સલ્ફર આધારિત એગ્રોકેમિકલ સોલ્યુશન્સ |
| 20 | ક્રિએટિવ બ્રાન્ડ INC | બ્રાન્ડ મેનેજમેન્ટ |
| 21 | BU4 Auto | ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ |
| 22 | પ્રાઇમ PR | પીઆર અને કમ્યુનિકેશન્સ |
| 23 | SV Space Designs | યુવા ઉદ્યોગસાહસિક |
| 24 | નાકોડા પાવર ગ્રીન એનર્જી લિમિટેડ | સોલાર સ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ |
| 25 | ડિઝાયર ઇન્ટિરિયર સ્ટુડિયો | ઇન્ટિરિયર ડિઝાઇનર |
ક્વોલિટી માર્ક એવોર્ડ્સ માત્ર સફળતાની ઉજવણી નથી, પરંતુ ગુણવત્તા અને ઉત્તમતાની દિશામાં સતત આગળ વધવા માટે સમગ્ર ઉદ્યોગ જગતને પ્રેરણા આપતું એક મહત્વપૂર્ણ મંચ છે.
ક્વોલિટી માર્ક ટ્રસ્ટના શ્રી અરવિંદ વેગડા એ જણાવ્યું હતું કે, સમારંભ દરમિયાન એવોર્ડ પ્રેઝન્ટેશન સાથે ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, મહેમાનો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વચ્ચે નેટવર્કિંગ તથા પરસ્પર વિચારવિમર્શની તકો પણ સર્જાઈ હતી.
15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026નો સંદેશ સ્પષ્ટ રહ્યો — ગુણવત્તા માત્ર એક પ્રમાણપત્ર નથી, પરંતુ સતત ઉત્તમતા તરફ આગળ વધવાની સંસ્કૃતિ છે.

More Stories
JOJO OTT પર ‘ધબકારો’નું વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર: 27 ઓગસ્ટે સ્ટ્રીમ થશે આ ઈમોશનલ ડ્રામા ફિલ્મ
‘ટોમ એન્ડ ચેરી’ની સ્ટાર કાસ્ટ સુરતની મુલાકાતે ; સિદ્ધાર્થ રાંદેરિયા, ધન્યા દોશી અને ટીમે ફિલ્મ અંગે કરી ખાસ વાતચીત
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ