September 14, 2026

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા ‘તત્વિનિટી (Tatvinity)ની અનોખી પહેલ – બિઝનેસ સ્ટ્રેટેજી, કોન્શિયસનેસ અને સ્પિરિચ્યુઅલ ગ્રોથને સાથે લાવતો નવો અભિગમ

અમદાવાદ, સપ્ટેમ્બર ૨૦૨૬: ક્રાઉન પ્લાઝા હોટેલ, અમદાવાદ ખાતે યોજાયેલા સંવાદમાં કૃતિ ત્રિવેદી દ્વારા બિઝનેસ ગ્રોથ, કોન્શિયસનેસ અને સ્પિરિચ્યુઆલિટીના સંકલન સાથેની તેમની અનોખી પહેલ ‘તત્વિનિટી (Tatvinity) ‘ અંગે વિચારો રજૂ કરવામાં આવ્યા. આજના બદલાતા બિઝનેસ પરિપ્રેક્ષ્યમાં સફળતા માટે માત્ર વ્યૂહરચના અને મહેનત પૂરતી નથી; બિઝનેસ લીડરની ચેતના, વિચારસરણી, આંતરિક સ્પષ્ટતા, ઊર્જા અને નિર્ણયક્ષમતા પણ બિઝનેસની દિશા અને વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ વિચારને કેન્દ્રમાં રાખીને કૃતિ ત્રિવેદી દ્વારા તત્વિનિટી (Tatvinity)  એક અનોખા અભિગમ સાથે આગળ વધી રહ્યું છે, જ્યાં બિઝનેસ ગ્રોથ અને કોન્શિયસનેસ વચ્ચેના સંબંધને નવી દિશા આપવામાં આવી રહી છે. તત્વિનિટી (Tatvinity) નો વિઝન વ્યક્તિને પોતાની આંતરિક જાગૃતિ સાથે બેલેન્સ, એબન્ડન્સ, સ્પિરિચ્યુઅલ ગ્રોથ અને કોન્શિયસ લિવિંગ તરફ આગળ વધારવાનો છે.

“વેર કોન્શિયસનેસ મીટ્સ બિઝનેસ” – તત્વિનિટી (Tatvinity)  ખાસ કરીને એન્ટરપ્રેન્યોર્સ, ફાઉન્ડર્સ અને બિઝનેસ ઓનર્સ માટે બિઝનેસ સ્ટ્રેટેજીને કોન્શિયસનેસ અને સ્પિરિચ્યુઅલ અવેરનેસ સાથે જોડવાનો અભિગમ રજૂ કરે છે. કૃતિ ત્રિવેદીના જણાવ્યા મુજબ, વ્યક્તિની અંદરની ક્લેરિટી અને અવેરનેસમાં પરિવર્તન આવે ત્યારે તેની લીડરશિપ, ડિસિઝન-મેકિંગ, બિઝનેસ રિલેશનશિપ્સ, મની કોન્શિયસનેસ અને ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝને નવી દિશા મળી શકે છે. તત્વિનિટી (Tatvinity)  – કોન્શિયસ ગ્રોથ ફોર બિઝનેસ એન્ડ લાઈફ દ્વારા સ્ટ્રેટેજી અને સ્પિરિટના સંયોજનથી એલાઈન્ડ સક્સેસ અને એબન્ડન્ટ લિવિંગ તરફ માર્ગદર્શન આપવામાં આવે છે.

તત્વિનિટી (Tatvinity)  દ્વારા રજૂ કરવામાં આવેલ બિઝનેસ અલ્કેમી™ એ ૬ મહિનાની પર્સનલાઈઝ્ડ બિઝનેસ એક્સપાન્શન જર્ની છે. આ જર્નીમાં ફાઉન્ડર આઈડેન્ટિટી, બિઝનેસ ક્લેરિટી, મની કોન્શિયસનેસ, રેવેન્યુ એક્સપાન્શન, વિઝિબિલિટી એન્ડ મેગ્નેટિઝમ, બિઝનેસ એનર્જેટિક્સ, ગ્રોથ એન્ડ એક્સપાન્શન અને નેક્સ્ટ-લેવલ બિઝનેસ જેવા વિવિધ પાસાઓ પર વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ બિઝનેસ ઓનરને પોતાના વિઝન, લીડરશિપ, મની રિલેશનશિપ, બિઝનેસ સ્ટ્રેટેજી અને એક્સપાન્શન પોસિબિલિટીઝ સાથે વધુ ઊંડાણથી જોડવાનો છે.

કૃતિ ત્રિવેદીનો અભિગમ બિઝનેસ અને સ્પિરિચ્યુઆલિટીને બે અલગ ક્ષેત્રો તરીકે જોવાને બદલે બંને વચ્ચેના સંવાદને મહત્વ આપે છે. તેમનું માનવું છે કે જ્યારે ફાઉન્ડરની કોન્શિયસનેસ વિસ્તરે છે, ત્યારે બિઝનેસ માટેની પોસિબિલિટીઝ પણ વિસ્તરે છે. તેઓ એન્ટરપ્રેન્યોર્સ અને બિઝનેસ ઓનર્સને પોતાની આંતરિક અવેરનેસ, ક્લેરિટી અને પોટેન્શિયલ સાથે જોડાઈને બિઝનેસ ગ્રોથ માટે વધુ કોન્શિયસ નિર્ણયો લેવા પ્રેરિત કરે છે.

તત્વિનિટી (Tatvinity) નું કાર્ય માત્ર બિઝનેસ ગ્રોથ સુધી સીમિત નથી. તેના મુખ્ય ક્ષેત્રોમાં કોન્શિયસ ગ્રોથ ફોર બિઝનેસ એન્ડ લાઈફ, હીલિંગ એન્ડ ઈનર ટ્રાન્સફોર્મેશન, મેડિટેશન, અવેરનેસ એન્ડ ચક્ર એક્ટિવેશન, અને એનર્જેટિક ક્લિયરિંગ એન્ડ એમ્પાવર્ડ લિવિંગ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તત્વિનિટી (Tatvinity) ની ફિલોસોફી મુજબ વ્યક્તિ પોતાની અંદરની ઈનફિનાઈટ કોન્શિયસનેસ સાથે જોડાય ત્યારે જીવનમાં એબન્ડન્સ, હાર્મની, અવેરનેસ અને જોઈ માટે નવી સંભાવનાઓનું સર્જન થઈ શકે છે.

બિઝનેસ જગતમાં ઝડપથી બદલાતા સમયમાં લીડરશિપની નવી વ્યાખ્યા ઊભી થઈ રહી છે – જ્યાં પ્રોફિટ સાથે પર્પઝ, ગ્રોથ સાથે કોન્શિયસનેસ અને સ્ટ્રેટેજી સાથે ઈનર એલાઈનમેન્ટનું મહત્વ વધી રહ્યું છે. તત્વિનિટી (Tatvinity)  આ જ વિચારને આગળ વધારતા એન્ટરપ્રેન્યોર્સ અને બિઝનેસ લીડર્સ માટે એક એવું ઈકોસિસ્ટમ વિકસાવવાની દિશામાં કાર્ય કરી રહ્યું છે, જ્યાં વ્યક્તિનો વિકાસ અને બિઝનેસનો વિકાસ એકબીજા સાથે જોડાયેલા હોય.

તત્વિનિટી (Tatvinity)  વેર કોન્શિયસનેસ મીટ્સ બિઝનેસ. વેર પોસિબિલિટી બીકમ્સ્ ક્રિએશન.

You may have missed