23મી મેના રોજ રિલીઝ થયેલ ફિલ્મ ભ્રમ ખરેખર તમને દરેક પળે મૂંઝવણમાં મૂકી દેશે કારણકે આમાં દરેક પળે ફૂલ ઓન સસ્પેન્સ છે. “હું ઈકબાલ”ના મેકર્સ સિટીશોર.ટીવી દ્વારા જ આ ફિલ્મ બનાવવામાં આવી છે. પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એ સાબિત કરે છે કે ગુજરાતી ફિલ્મો કન્ટેન્ટ, કોન્સેપ્ટ અને કલાત્મકતાના ક્ષેત્રે નવા મૂકામ સર કરી રહી છે.
ફિલ્મની વાર્તા 42 વર્ષની માયા (સોનાલી લેલે દેસાઈ)ની આસપાસ ગોઠવાયેલી છે, જે ડિમેન્શિયા જેવી ગંભીર બીમારીથી પીડાય છે. જ્યારે એ પોતાની જ દિકરી શ્રદ્ધા (નિશ્મા સોની)ની હત્યા જોવે છે, ત્યારે એની દુનિયા ઉથલપાથલ થઈ જાય છે. હવે સમય સામે લડીને એને એની ભુલાઈ ગયેલી યાદગિરીઓ એકત્રિત કરી સત્ય શોધવું પડશે… એ પહેલાં કે હત્યારો ક્યાંક ગાયબ થઈ જાય. અને આ જ ફિલ્મનો કલાઇમેકસ છે જે તમને છેક સુધી જકડી રાખે છે.
ફિલ્મના પાત્રો વિશે વાત કરીએ તો સોનાલી લેલે દેસાઈએ માયાના પાત્રમાં જીવ વહાલો દીધો છે. મિત્ર ગઢવી કેરટેકર મેહુલના પાત્રમાં મજબૂત છાપ છોડે છે. અભિનય બેંકર એક સઘન અને બુદ્ધિશાળી પોલીસ અધિકારીના રૂપમાં ખૂબ અસરકારક છે. નિશ્મા સોનીનું પાત્ર આ ફિલ્મમાં જાન રેડે છે.
પલ્લવ પરીખનું દિગ્દર્શન અને લખાણ સમજદારીભર્યું છે. દરેક દૃશ્યમાં એક સસ્પેન્સ છૂપાયેલો છે, જે દર્શકને વિચારવા મજબૂર કરે છે – શું સત્ય છે અને શું ભ્રમ?
ફિલ્મનું ટાઇટલ ટ્રેક “તારી હકીકત” પહેલેથી જ દર્શકોમાં લોકપ્રિયતા મેળવી ચૂક્યું છે. મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર કહાણીની ઈન્ટેન્સિટી વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
થ્રિલર, સસ્પેન્સ અને મર્ડર મિસ્ટ્રી સાથેની આ ફિલ્મ ખરેખર અલગ છે જે ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં એક માઇલસ્ટોન સાબિત થશે – એ વાતમાં શંકા નથી.
અમે આ ફિલ્મને 4.5 / 5 સ્ટાર્સ આપીએ છીએ.

More Stories
ફેલિસિટી થિયેટર પ્રસ્તુત કરે છે મેગ્નમ ઓપસ “હમારે રામ”, અમદાવાદમાં
ZEE5એ નવી બ્રાન્ડ ઓળખ જાહેર કરી, અતિ-વ્યક્તિગત, ભાષાને પ્રાથમિકતા આપતું કન્ટેન્ટ પ્લેટફોર્મ બનવા અગ્રેસર
દીપિકા પાદુકોણ અલ્લુ અર્જુન, એટલી અને સન પિક્ચર્સ સાથે ભારતીય સિનેમાના સૌથી મોટા વિઝ્યુઅલ એપિકમાં જોવા મળશે- “ધ ક્વીન માર્ચેસ ટુ કોન્કર”