અપ્લાઇડ આર્ટ પ્રોડક્શન્સ ના બેનર હેઠળ બનેલી આગામી અને ચર્ચાસ્પદ યુએસએ પ્રોડક્શન ફિલ્મ ‘હોટેલ મોટેલ પટેલ‘ (Hotel Motel Patel) નું નવું ઉત્સાહવર્ધક અને ફેસ્ટિવ ગીત “લેટ્સ દિવાળી ડાન્સ!” (Let’s Diwaali Dancee!) સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું છે. હોલીવુડના જાણીતા દિગ્દર્શક અને નિર્માતા મિતેશ પટેલ દ્વારા નિર્મિત આ ફિલ્મ એનઆરઆઈ જીવનની રસપ્રદ વાર્તા પર આધારિત છે, જે આગામી માર્ચ ૨૦૨૭ માં સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સજ્જ થઈ રહી છે. દિવાળીના તહેવારની રંગત અને ઉત્સાહને બેવડવા માટે તૈયાર કરાયેલ આ ડાન્સ નંબર અત્યારે સંગીત પ્રેમીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
Song Link – https://www.youtube.com/watch?v=q674TANgwnk
આ ગીતમાં બોલિવૂડના દિગ્ગજ અને જાણીતા ગાયકો શાન, સુરજ જગન અને યશિતા શર્મા એ પોતાના જોરદાર અવાજથી પ્રાણ ફૂંક્યા છે. ગીતનું સંગીત સ્મિત જય દ્વારા આપવામાં આવ્યું છે, જ્યારે આકર્ષક બોલ વિનય દવે અને પ્રેમ ડી. દવે દ્વારા લખવામાં આવ્યા છે. ગીતની અંદર યુવાનોને થનગનાટ કરાવતી રૅપ લાઇન્સ કૃતાર્થ શાહ દ્વારા લખવામાં આવી છે.

ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા મિતેશ પટેલ છે, જેમના કુશળ માર્ગદર્શન હેઠળ આ ફિલ્મમાં કલાકારોની એકદમ દમદાર સ્ટારકાસ્ટ જોવા મળવાની છે. આ ફિલ્મમાં ફ્રેડી દારૂવાલા, શ્રેણુ પરીખ, ઓમી વૈદ્ય, સુનીલ વિષરાણી, નીતા વ્યાસ, જય પંડ્યા, જય રાવલ, આઈશા પટેલ, સિઆના પટેલ, પર્વ પટેલ, લેરી એ. વુડ્સ, સ્ટેફની મેકરેનોલ્ડ્સ, મિહિર તલાસાનિયા, વિયાન પટેલ, અનાયા પટેલ જેવા પ્રખ્યાત કલાકારો પોતાની અભિનય પ્રતિભાથી દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. ગીતનું સંગીત સંયોજન અને પ્રોડક્શન સૌરભ લોખંડે અને આકાશ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે, જે ગીતને એક આંતરરાષ્ટ્રીય અને મોર્ડન બીટ્સ આપે છે.
ગીત વિશે વાત કરતા નિર્માતાઓએ જણાવ્યું હતું કે, “આ ગીત દિવાળીના પર્વ પર દરેક પરિવાર અને યુવાનો માટે પરફેક્ટ પાર્ટી એન્થમ સાબિત થશે.” ગીતના પોસ્ટરમાં કલાકારોનો ઉત્સાહ અને ભવ્ય સેટ્સ ફિલ્મની ભવ્યતાની ઝાંખી કરાવે છે.
ગીતનું મિક્સિંગ અને માસ્ટરિંગ દિપક સુગાથન દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે વિવિધ શહેરો (મુંબઈ, ગોવા અને અમદાવાદ) માં પ્રખ્યાત સ્ટુડિયો ખાતે ગાયકોના વોકલ્સ રેકોર્ડ કરવામાં આવ્યા છે. આ ગીત તમામ મ્યુઝિક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ ચૂક્યું છે અને આગામી માર્ચ ૨૦૨૭ માં આખી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈને દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડશે.

More Stories
IIID અમદાવાદ દ્વારા ‘હેરિટેજ કન્ઝર્વેશન અને એડેપ્ટિવ રી-યુઝ’ વિષય પર CEP 10નું આયોજન
ટોક્યોમાં યોજાયેલી ‘AVACI-FESAAL વાર્ષિક કોંગ્રેસ ૨૦૨૬’માં SRAI એ સ્ક્રીનરાઈટર્સના અધિકારો અને રોયલ્ટીને મજબૂત કરવાની તકો પર ભાર મૂક્યો
અમદાવાદમાં જિજ્ઞેશ પટેલ લિખિત ત્રણ પ્રેરણાદાયી પુસ્તકોનું ભવ્ય વિમોચન કરાયું