અમદાવાદ, 10 જુલાઈ 2026: ભારતના સૌથી પ્રીમિયમ અને પ્રતિષ્ઠિત જ્વેલરી પ્રદર્શનોમાંનું એક એવું ‘જ્વેલરી વર્લ્ડ’ આજથી અમદાવાદના આંગણે ભવ્ય રીતે શરૂ થઈ ગયું છે. આ ભવ્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા અમદાવાદના માનનીય ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુ શાહ તેમજ અન્ય અગ્રણી મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. એસ.જી. હાઈવે પર આવેલા જાણીતા વાયએમસીએ ખાતે શરૂ થયેલું આ ત્રિ-દિવસીય પ્રદર્શન આગામી 12 જુલાઈ 2026 સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. આ ખાસ આયોજનમાં દેશભરના 40 જેટલા શ્રેષ્ઠ અને નામાંકિત ઝવેરીઓ તેમની અદભુત કારીગરી અને લક્ઝરી કલેક્શન સાથે એક જ મંચ પર એકત્રિત થયા છે. જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ ના સહયોગથી યોજાઈ રહેલું આ પ્રદર્શન ઘરેણાંના શોખીનો, થનારી નવવધૂઓ, લગ્નવાળા પરિવારો અને લક્ઝરી બાયર્સ માટે ઉત્કૃષ્ટ કારીગરી અને લેટેસ્ટ જ્વેલરી કલેક્શનને નજીકથી નિહાળવા તથા ખરીદવાની સુવર્ણ તક પૂરી પાડે છે.
આ એક્ઝિબિશન અંગે વાત કરતા ઇન્સિગ્નિયા એક્ઝિબિશન્સ એન્ડ ઇવેન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર્સ અને જ્વેલરી વર્લ્ડના ફાઉન્ડર્સ સોનિયા ચાવલા અને શાન ચાવલાએ જણાવ્યું હતું કે, અમારા માટે અમદાવાદ હંમેશાં એક પ્રબળ અને મહત્વનું બજાર રહ્યું છે, કારણ કે અહીંના ગ્રાહકો ઝીણવટભરી કારીગરી અને પ્રીમિયમ જ્વેલરીના સાચા કદરદાન છે. ભારતના સર્વોત્તમ ઝવેરીઓને એક જ પ્લેટફોર્મ પર લાવીને, આગામી લગ્નની સિઝન માટેની નવવધૂઓ, લગ્નવાળા પરિવારો અને દાગીનાના શોખીનોને ખરીદીનો એક અદ્ભુત અને અવિસ્મરણીય અનુભવ આપતા અમને અત્યંત આનંદ થાય છે.

આ વર્ષે અમદાવાદની આ એડિશનમાં મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ, પચ્ચીગર જ્વેલર્સ, સુવર્ણમ જ્વેલ્સ, હરિત ઝવેરી જ્વેલર્સ, ગેહના જ્વેલર્સ, વિનાયકા જ્વેલર્સ, તાતીવાલાઝ ગેહના, કેલ્વી જ્વેલ્સ, શ્યામા જ્વેલ્સ, રામ ધનુ પોલકી, ક્રિષ્ણા જ્વેલર્સ, ઓરિના જ્વેલ્સ, ઝેવા અને ઇમારા જ્વેલ્સ જેવા દેશના ખ્યાતનામ જ્વેલરી હાઉસીસ ભાગ લઈ રહ્યા છે, જેની સાથે દેશભરના અન્ય ઘણા પ્રતિષ્ઠિત ઝવેરીઓ પણ આ પ્રદર્શનની શોભા વધારી રહ્યા છે. અહીં મુલાકાતીઓ દરેક પ્રસંગ અને સ્ટાઈલને અનુરૂપ ખાસ તૈયાર કરાયેલું અદભુત કલેક્શન જોઈ શકશે, જેમાં આકર્ષક બ્રાઇડલ જ્વેલરી, ઝળહળતા હીરાના દાગીના, સદાબહાર સોનાના ઘરેણાં, બારીક નકશીકામ ધરાવતી પોલકી અને જડાવ જ્વેલરી, પરંપરાગત ટેમ્પલ જ્વેલરી, આધુનિક ડિઝાઇનર જ્વેલરી, કિંમતી રત્નોનું કલેક્શન તેમજ તહેવારો અને લગ્ન પ્રસંગો માટેના ખાસ એક્સક્લુઝિવ ઘરેણાંનો સમાવેશ થાય છે.

ભારતના અગ્રણી B2C જ્વેલરી પ્રદર્શનોમાં સ્થાન ધરાવતું ‘જ્વેલરી વર્લ્ડ’ ગ્રાહકોને એક જ જગ્યાએ અગ્રણી ઝવેરીઓના કલેક્શનની સરખામણી કરવાની ઉત્તમ તક આપે છે. આ ઉપરાંત, પ્રદર્શનમાં આવનાર મુલાકાતીઓ ખાસ એક્ઝિબિશન ઓફર્સ અને નવા લોન્ચ થનારા પ્રોડક્ટ્સનો લાભ પણ મેળવી શકશે. હજારો સમૃદ્ધ ગ્રાહકોની અપેક્ષિત મુલાકાત સાથે, જ્વેલરી વર્લ્ડ લક્ઝરી જ્વેલરીની ખરીદી, તહેવારોની ખરીદી અને વેડિંગ કલેક્શન માટેનું સૌથી મનપસંદ સ્થળ બની રહ્યું છે. મુલાકાતીઓને ભારતના શ્રેષ્ઠ ઝવેરીઓ સાથે સીધા સંપર્કમાં આવવાની આ અનોખી તક મળશે, તેથી તમામ રસ ધરાવતા મુલાકાતીઓને આ ખાસ પ્રદર્શનમાં હાજરી આપવા આમંત્રણ છે.
આ પ્રદર્શનમાં પ્રવેશ તમામ માટે ખુલ્લો છે અને ત્રણેય દિવસ (10 થી 12 જુલાઈ) દરમિયાન મુલાકાતનો સમય સવારે 11:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધીનો રહેશે. ભીડથી બચવા અને સરળ ખરીદીના અનુભવ માટે મુલાકાતીઓને વહેલા આવવાની સલાહ આપવામાં આવે છે. વધુ માહિતી અથવા રજીસ્ટ્રેશન વિગતો માટે, મુલાકાતીઓ ઓનલાઈન જ્વેલરી વર્લ્ડના ઓફિશિયલ અપડેટ્સ ફોલો કરી શકે છે અથવા આયોજકોનો સીધો સંપર્ક કરી શકે છે. ઇન્સિગ્નિયા એક્ઝિબિશન્સ એન્ડ ઇવેન્ટ્સ દ્વારા આયોજિત ‘જ્વેલરી વર્લ્ડ’ એ ભારતનું અગ્રણી પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશન પ્લેટફોર્મ છે, જે દેશના પ્રમુખ શહેરોમાં લક્ઝરી પ્રદર્શનો યોજીને દેશના નામાંકિત ઝવેરીઓને ઉચ્ચ ગુણવત્તાના આગ્રહી એવા ગ્રાહકો સાથે જોડે છે.

More Stories
ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલી FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ સ્પર્ધાએ રચ્યો ઐતિહાસિક પ્રસંગ
ગૌશાળામાં પ્રથમ વખત યોજાશે શંકરાચાર્યના ચાતુર્માસ, પથમેડામાં 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ભવ્ય આયોજન
ગુજરાતમાં રચાશે નવો ઇતિહાસ: અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે ફિબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ ૨૦૨૬