ગાંધીનગર સ્થિત કર્ણાવતી યુનિવર્સિટીની એકમ – યુનાઇટેડ વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (UID) એ પોતાના સ્નાતક વિદ્યાર્થીઓના કાર્યની ઉજવણી અનોખી રીતે કરી. તેમણે ખાસ બાળકો અને કેન્સર સર્વાઈવર્સ માટે ફેશન શો અને ભંડોળ એકત્રિત કરવાની સાંજ સમર્પિત કરી.

EDGE 2025 નામના આ કાર્યક્રમમાં UIDના ફેશન અને લાઇફસ્ટાઇલ વિભાગના બેચલર અને માસ્ટર ડિગ્રીના લગભગ 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. તેમણે વિવિધ થીમ અને શૈલીઓ પર આધારિત રુચિકર અને વિચારશીલ ડિઝાઇન રજૂ કરી.
કર્ણાવતી યુનિવર્સિટીના પ્રમુખ રિતેશ હાડાએ જણાવ્યું કે, “આ વર્ષે યુનિવર્સિટીમાં મુખ્ય વિચારધારા છે – સમાવેશકતા. એટલે કે, દરેક વ્યક્તિની જરૂરિયાતો અને ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન બનાવવી. સ્નાતક વિદ્યાર્થીઓનું કાર્ય પણ આ વિચારને આધારે તૈયાર કરાયું છે.”
“અમે માનીએ છીએ કે સમાવિષ્ટ ડિઝાઇનનો ઉદ્દેશ એ છે કે વિભિન્ન જરૂરિયાતો, ક્ષમતાઓ અને સંજોગોને ધ્યાનમાં રાખીને એવો ડિઝાઇન બનાવવો કે જે વધારેમાં વધારે લોકો માટે ઉપયોગી બની શકે – ચાહે તે ઉત્પાદન હોય, સેવા કે વાતાવરણ. આ શૈક્ષણિક વર્ષના અંતે જે પ્રસ્તુતિ યોજાઈ હતી, તે એવીજ એક સમર્પિત ઉજવણી હતી,” કર્ણાવતી યુનિવર્સિટીના પ્રમુખ રિતેશ હાડાએ જણાવ્યું.

૧૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ કર્ણાવતી યુનિવર્સિટીના સુભાષ ચંદ્ર કન્વેન્શન હોલમાં યોજાયેલ EDGE 2025ની શરૂઆત વિદ્યાર્થીઓના કામની એક દિવસીય ભવ્ય પ્રદર્શનથી થઈ હતી.
આ પ્રદર્શનમાં UIDના ફેશન અને લાઇફસ્ટાઇલ ડિઝાઇનના વિદ્યાર્થીઓએ તેમના અનોખા વિચારો અને રચનાઓ રજૂ કરી.
વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રયાસો અને ઊંડા સર્જનાત્મક અભિગમની ઉજવણી ડિઝાઇન એવોર્ડ્સ દ્વારા કરવામાં આવી, જેમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રસ્તુતિઓ માટે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન UIDના વિદ્યાર્થીઓની અસાધારણ ડિઝાઇન અને સર્જનાત્મકતા માટે વિશેષ એવોર્ડ્સ આપવામાં આવ્યા. આ એવોર્ડ્સ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર રાજેશ પ્રતાપ સિંહ, BRDSના સ્થાપક અને ડિરેક્ટર ડૉ. ભંવર રાઠોડ અને સંસ્કૃતિ પુનરુત્થાનવાદી શ્રી ઉમંગ હુથીસિંગ દ્વારા એનાયત કરવામાં આવ્યા. બી.ડિઝાઇન (ફેશન ડિઝાઇન) કાર્યક્રમ માટે શ્રેષ્ઠ ડિઝાઇન કલેક્શન માટે વૃષ્ટિ શાહને, મોસ્ટ ઇનોવેટિવ કલેક્શન માટે નીલાઈ જૈનને અને મોસ્ટ રિસ્પોન્સિબલ કલેક્શન માટે ત્રિશા ભટ્ટને એવોર્ડ આપવામાં આવ્યા. જ્યારે મોસ્ટ કોમર્શિયલ કલેક્શન કેટેગરીમાં અનુષ્કા મંડોટ અને આયુષી દિલીપકુમાર ભાસ્કર વચ્ચે ટાઇ જોવા મળ્યો. એમ.ડિઝાઇન (ફેશન ડિઝાઇન) કાર્યક્રમ માટે શ્રેયા ચૌહાણને શ્રેષ્ઠ ડિઝાઇન કલેક્શન માટે અને હિરેન સવાસિયાને સૌથી જવાબદાર કલેક્શન માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

આજે EDGE 2025માં 33 બાળકોએ રેમ્પ પર ચાલતા પહેલા તાળીઓનો ગડગડાટ આખા હોલમાં ગુંજી ઉઠ્યો! આ આઈવિન્ટ એ એક એવું પ્લેટફોર્મ હતું જ્યાં મધ્યમ વયની મોડલ્સ પણ રેમ્પ પર ચાલીને તેમની સુંદરતા અને શ્રેષ્ઠતાને મનાવતી હતી. EDGE 2025 એ એ સોનુ સંદેશ આપ્યો કે, “સુંદરતા કોઈ વય, કદ કે રંગ પર આધારિત નથી!”

More Stories
ટ્રાઈ દ્વારા ભરુચ શહેર અને આસપાસના વિસ્તારોમાં (ગુજરાત એલએસએ) મોબાઇલ નેટવર્કની ગુણવત્તાનું મૂલ્યાંકન
અજય અજમેરે ભારતીય વ્યાપાર મહોત્સવ ૨૦૨૬ ના સુરત લોન્ચમાં સુરતના ટેક્સટાઇલ વિઝનને રેખાંકિત કર્યું
એડવાન્સ્ડ મટિરિયલ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સના ભવિષ્યને આકાર આપવા માટે વૈશ્વિક નિષ્ણાતો અમદાવાદમાં ISAC 2026 માટે એકત્રિત થયા