- ઉમેશ બારોટ અને ઈશા નાયરના અવાજમાં સ્વરબદ્ધ એક પ્રેમભર્યું સોન્ગ
- ફિલ્મ 3 જાન્યુઆરીના રોજ થશે રિલીઝ
- સોન્ગ લિંક – https://www.youtube.com/watch?v=_bXHv3jBhZU
ગુજરાત : ફિલ્મ “કાશી રાઘવ” 3 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ છે. અલગ જ વિષય- વસ્તુ ધરાવતી આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં અમીટ છાપ છોડવા અને દર્શકોને કાંઈક નવું પીરસવા માટે તૈયાર છે ત્યારે મેકર્સ દ્વારા ફિલ્મનું પ્રેમસભર સોન્ગ “ફાગણીયો” લોન્ચ કરાયું છે. અત્યંત પ્રખ્યાત સિંગર્સ ઉમેશ બારોટ અને ઈશા નાયરના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ આ સોન્ગ આત્મસ્પર્શી છે. ફિલ્મના અગાઉ લોન્ચ કરાયેલ સોન્ગ “નીંદરું” અને “ગંગા”ને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને હવે આ સોન્ગ પણ દર્શકોને જરૂરથી પસંદ આવશે. નિખિલ શર્મા દ્વારા આપવામાં આવેલ વાંસળીનો મધુર સૂર આ સોન્ગમાં ચાર ચાંદ લગાડે છે. જતન પડ્યાં દ્વારા લેખિત આ સોન્ગનું મ્યુઝિક વત્સલ અને કવન દ્વારા અપાયું છે. સોન્ગ લિંક – https://www.youtube.com/watch?v=_bXHv3jBhZU
ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ ફિલ્મ “કાશી રાઘવ” ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ધ્રુવ ગોસ્વામી દ્વારા લેખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં ભૂમિકાઓમાં દીક્ષા જોશી, જયેશ મોરે, શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂશ્રી ગઢવી જોવા મળશે. દર્શકોની અંગેની ઉત્સુકતા વધી ગઈ છે. “કર્મ” અને “લાગણીઓ”ની રોલરકોસ્ટર રાઈડ આ ફિલ્મમાં જોવા મળશે. આ એક સિનેમેટિક ફિલ્મ છે જેમાં, દીક્ષા “પ્રોસ્ટિટ્યૂટ”ના અલગ જ અવતારમાં જોવા મળશે. આવું કદાચ કોઈપણ ગુજરાતી ફિલ્મમાં પ્રથમવાર બતાવવામાં આવ્યું છે. કાશી (દીક્ષા જોશી) તેની ગુમ થઈ ગયેલ દીકરીને શોધે છે અને પછી શું થાય છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. કાશી રાઘવ” હિન્દી ફિલ્મોને પણ ટક્કર આપશે તે તો નક્કી જ છે. દીક્ષા જોશી અને જયેશ મોરે સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂ ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ભરત ઠક્કર, કલ્પના ગગડેકર, સૌરભ સારશ્વત, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે.
More Stories
થ્રિલર ગુજરાતી ફિલ્મ “ભ્રમ” 16મી મેના રોજ થશે રિલીઝ : એક અનોખી ઇન્સ્ટાગ્રામ ગેમ સાથે મેકર્સે કરી પ્રમોશનની શરૂઆત
સાવનાથ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતી લોકકથાથી પ્રેરિત હોરર ફિલ્મ “બહેરૂપિયો”નું પોસ્ટર રિલીઝ કરાયું
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિતએસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘’Celebration of Success-2025’ તેમજ Oorja-The Telent show યોજાયો