વડોદરા : 9મી મે, 2025ના રોજ રિલીઝ થઈ રહેલ ગુજરાતી ફિલ્મ “જય માતાજી લેટસ રોક” ના પ્રમોશન અર્થે ફિલ્મના મુખ્ય કલાકાર મલ્હાર ઠાકર વડોદરામાં દર્શકોને મળવા અને ફિલ્મનું પ્રમોશન કરવા માટે આવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલી મુલાકાતો દરમિયાન મલ્હારને જોઈને લોકોમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી. ફિલ્મમાં મલ્હાર ઠાકર સાથે ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્હેરકર અને વ્યોમા નાંદી જેવા જાણીતા કલાકાર છે. “જય માતાજી લેટસ રોક” એક પરિવારિક હાસ્ય અને લાગણીઓથી ભરપૂર ફિલ્મ છે, જે ફેમિલી ફ્લિક્સના બેનર હેઠળ એન અમદાવાદ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ છે અને આ ફિલ્મના દિગ્દર્શક મનીષ સૈની છે. આ મજેદાર કોમેડી- ડ્રામા ફિલ્મના પ્રોડ્યુસર્સ સિદ્ધાર્થ વડોદરિયા, કાજલ વડોદરિયા અને રવિન્દ્ર સંઘવી છે. મનીષ સૈની અને આકાશ જેએચ શાહ નિર્મિત તથા અને સચિન પટેલ દ્વારા સહનિર્મિત આ ફિલ્મના ડાયલોગ્સ મનીષ સૈની તથા નિરેન ભટ્ટ દ્વારા લિખિત છે. ઉપરાંત, આ ફિલ્મના એસોશિએટ પ્રોડ્યુસર અનિરુદ્ધ સિંહ રહેવાર છે. ઉત્કર્ષ મઝુમદાર, આર્યન પ્રજાપતિ, શિલ્પા ઠાકર વગેરે કલાકારો પણ આ ફિલ્મમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે.
મલ્હાર ઠાકરે જણાવ્યું હતું, “વડોદરા એક એટલું ઉર્જાવાન શહેર છે કે અહીં દરેક મુલાકાતમાં કંઈક નવું અને ખાસ અનુભવાય છે. ‘જય માતાજી લેટસ રોક’ એ એક એવી ફિલ્મ છે જેમાં હાસ્ય, લાગણીઓ અને જીવન વિશેનો મેસેજ એકદમ મજાની રીતથી રજૂ થયો છે. અમે આશા રાખીએ છીએ કે વડોદરાવાસીઓ મારી દરેક ફિલ્મની જેમ આ ફિલ્મને પણ વધાવી લેશે.”
આ ફિલ્મમાં 80 વર્ષના દાદીની અનોખી સફર છે , જેમનું શાંત અને સરળ જીવન એક સરકારી યોજનાના કારણે અચાનક ઉથલપાથલ થઈ જાય છે. દાદી હવે જીવન પોતાના ધોરણે જીવવા નક્કી કરે છે, અને એ સાથે શરૂ થાય છે મજા, મસ્તી અને પરિવારિક ઉતાર-ચઢાવથી ભરપૂર સફર. ફિલ્મ હાસ્યથી ભરપૂર હોવા છતાં સમાજમાં વૃદ્ધજનોના સ્થાન, નાણાકીય સંઘર્ષો અને પરિવારની મહત્ત્વતા પર એક તીખો સામાજિક વ્યંગ પણ છે.
“જય માતાજી લેટસ રોક” એક એવી ફિલ્મ છે જે દર પેઢી માટે કંઈક ખાસ સંદેશ લઈને આવે છે – મજેદાર, હાસ્યથી ભરેલી, પરંતુ એક ટકોર કરતી લાગણીભરી સફર.
ગુજરાતી સિનેમામાં પારિવારિક હાસ્ય અને અર્થસભર સંદેશ લઈને આવી રહેલી ફિલ્મ ‘જય માતાજી લેટસ રોક’ – 9 મે, 2025થી તમારા નજીકના સિનેમાઘરોમાં.
More Stories
વાક્યમ સ્ટુડિયોઝ દ્વારા નિર્દેશક ધ્રુવગોસ્વામીના માર્ગદર્શન હેઠળ 7 જૂન, 2025 ના રોજ “સ્ક્રિપ્ટ ટુ સ્ક્રીન” ફિલ્મ મેકિંગ વર્કશોપનું આયોજન
બોલિવૂડથી લઈને ક્રિકેટ જગત સુધીના સ્ટાર્સે શેર કર્યું ગુજરાતી ફિલ્મ ‘સરપ્રાઈઝ’નુંટ્રેલર
ગુજરાતી ફિલ્મના પોસ્ટર રીલીઝમાં પ્રસરી કેરીની ‘મહેક’