October 5, 2026

EForU એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ “ચોર નં. ૧” ના પોસ્ટરનું અનાવરણ; ૨૩ ઓક્ટોબરે સિનેમાઘરોમાં થશે રજૂ

અમદાવાદ, સપ્ટેમ્બર ૨૦૨૬: હાસ્ય, મનોરંજન અને ધમાલથી ભરપૂર એક અદ્ભુત સિનેમેટિક સફર માટે તૈયાર થઈ જાઓ! Eforu Entertainment દ્વારા બહુપ્રતિક્ષિત ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ “ચોર નં. ૧” નું પહેલું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ શુક્રવાર, ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સમગ્ર દેશના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જે આ વર્ષનું શ્રેષ્ઠ ફેમિલી એન્ટરટેઈનર સાબિત થશે.

“ચોર નં. ૧” ફિલ્મમાં ભરપૂર હાસ્યની સાથે-સાથે ડ્રામા અને લાગણીઓનું સુંદર મિશ્રણ જોવા મળશે. આ ફિલ્મનું લેખન અને નિર્દેશન રાકેશ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા પ્રશાંત મોદી, અમિત વેડાવાળા અને પિન્કી વેડાવાળા છે, જ્યારે શ્રેણિક શાહ સહ-નિર્માતા તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે.

ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટમાં શ્રેય મારાડિયા, ઋષિ જાની, પાર્થ મોદી, આંચલ શાહ, અર્ચન ત્રિવેદી જેવા પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.

ફિલ્મના સિનેમેટોગ્રાફર (DOP) નાસિર ખાન છે અને સંગીત નિર્દેશન મૌલિક મહેતાએ આપ્યું છે. કિરણ પરિહાર દ્વારા લખાયેલા ગીતોને ઉમેશ બારોટ, મીત મહેતા અને મૌલિક મહેતા જેવા લોકપ્રિય ગાયકોએ પોતાના અવાજથી શણગાર્યા છે. આ ઉપરાંત, ફિલ્મના મજેદાર સંવાદો કપિલ સાહેત્યાએ લખ્યા છે અને બેકગ્રાઉન્ડ સ્કોર અયાન મકવાણા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

દમદાર સંવાદો, ઊર્જાસભર ગીતો અને ઉત્સુકતા વધારતા પૃષ્ઠભૂમિ સંગીત સાથે આ ફિલ્મ દર્શકોને શરૂઆતથી અંત સુધી હસાવવા અને થિયેટર સાથે જકડી રાખવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.