અમદાવાદ : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક ગૌરવની ક્ષણ બની રહી છે, જ્યારે નવી ગુજરાતી ફિલ્મ ‘સરપ્રાઈઝ ’ના ટ્રેલરને બોલિવૂડ અને રમત જગતના અનેક મોટા નામો તરફથી શુભેચ્છા મળવા લાગી છે. રિતેશ દેશમુખ, સલમાન ખાન, અજય દેવગણ, સોનૂ સૂદ, બોબી દેઓલ, ઇરફાન પઠાણ અને કાજોલ સહિત અનેક પ્રખ્યાત સેલિબ્રિટીઝે આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કરી ફિલ્મને સમર્થન આપ્યું છે. ફિલ્મ 16મી મેના રોજ રિલીઝ થઈ છે અને ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ સાથે ટેલિવિઝનનું જાણીતું નામ હેલી શાહ અને અભિનેત્રી જાનવી ચૌહાણ મુખ્ય ભૂમિકાઓમાં છે. સની દેસાઈ પ્રોડક્શન્સના સની દેસાઈ અને રામાય એન્ટરટેઇનમેન્ટના દેવર્ષી ત્રિવેદી દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ ક્રાઇમ, મિસ્ટ્રી અને થ્રિલર ફિલ્મ છે. ચિરાગ ભટ્ટ, અમિત ગલાની અને જય પંડ્યા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓમાં જોવા મળી રહ્યાં છે. “લોચા લાપસી” અને “બાગડ બિલ્લા” જેવી અત્યંત વખણાયેલી ગુજરાતી ફિલ્મોના ડિરેક્ટર સચિન બ્રહ્મભટ્ટ દ્વારા જ આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે અને કથાવસ્તુ મૌલિન પરમાર દ્વારા લેખિત છે.
આ પ્રકારનું સમર્થન માત્ર એક ફિલ્મ માટે નહીં, પરંતુ આખી ઇન્ડસ્ટ્રી માટે એક મજબૂત સંકેત છે કે ગુજરાતી સિનેમા હવે ઘણું આગળ વધ્યું છે. બોલિવૂડ અને ક્રિકેટજગતની જાણીતી હસ્તીઓ જ્યારે એક સ્થાનિક ભાષાની ફિલ્મને સપોર્ટ કરે છે, ત્યારે તે સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે મહત્વની વાત કહી શકાય.
ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો, સરપ્રાઈઝ બે આકર્ષક ચોરોના ગોવા ભાગી જવાની વાર્તા છે, જેમણે એક ધનિક વ્યક્તિને લૂંટી પોતાની લૂંટેલી સંપત્તિ સાથે અદૃશ્ય થવાનું નક્કી કર્યું છે. પરંતુ તેમની યોજના ખોરવાય જાય છે જયારે તેઓ એક અજાણ્યા વ્યક્તિનો સામનો કરે છે – અને પછી શરૂ થાય છે એક ઘાતક રમત, જેમાં છુપાયેલા છે અનેક રહસ્યો, જે ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. ફિલ્મનું મ્યુઝિક પણ દર્શકોને અત્યંત પસંદ આવી રહ્યું છે.
ગુજરાતી ફિલ્મોને નવું મંચ અને વ્યાપક દર્શક વર્ગ આપતી આ ફિલ્મને બોલિવૂડ તરફથી મળતાં જબરદસ્ત પ્રતિસાદ અને સહયોગ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
More Stories
ફેલિસિટી થિયેટર પ્રસ્તુત કરે છે મેગ્નમ ઓપસ “હમારે રામ”, અમદાવાદમાં
ZEE5એ નવી બ્રાન્ડ ઓળખ જાહેર કરી, અતિ-વ્યક્તિગત, ભાષાને પ્રાથમિકતા આપતું કન્ટેન્ટ પ્લેટફોર્મ બનવા અગ્રેસર
દીપિકા પાદુકોણ અલ્લુ અર્જુન, એટલી અને સન પિક્ચર્સ સાથે ભારતીય સિનેમાના સૌથી મોટા વિઝ્યુઅલ એપિકમાં જોવા મળશે- “ધ ક્વીન માર્ચેસ ટુ કોન્કર”