અમદાવાદ: ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત “બ્લેક એન્ડ વન કપ 2025” પ્રીમિયર ઓપન ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 17 અને 18 મે, 2025 ના રોજ આયોજિત થઈ હતી જે સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદ રોકસ્ટાર અને મુંબઈ રાઇઝર્સ વચ્ચે યોજાઈ. આ મેચમાં મુંબઈ રાઇઝર્સની ટીમ વિજેતા બની. ફાઈનલ મેચમાં ચીફ ગેસ્ટ તરીકે ડૉ. કે એલ એન રાવ (આઇપીએસ), ડીજીપી પ્રિઝન ડિપાર્ટમેન્ટ, ગુજરાત ઉપસ્થિત રહ્યાં હતા અને આયોજક શ્રી જીતેન્દ્ર યાદવ, મેનેજીંગ ડિરેક્ટર, બ્લેક & વન બેડમિન્ટન એકેડમીએ તેમનું અભિવાદન કર્યું હતું.

ફાઇનલ મેચના સ્કોરબોર્ડની વાત કરીએ તો પ્રથમ મેચ અમદાવાદ રોકસ્ટારે જીતી જેનો સ્કોર 30-29 રહ્યો, બીજી મેચ મુંબઈ રાઇઝર્સે જીતી જેનો સ્કોર 30-16 રહ્યો, ત્રીજી મેચ અમદાવાદ રોકસ્ટારે જીતી જેનો સ્કોર 30-19 રહ્યો. આમ ટોટલ સ્કોર અમદાવાદ રોક્સ્ટારનો 76 અને મુંબઈ રાઇઝર્સનો 78 રહ્યો અને મુંબઈ રાઇઝર્સની ટીમ વિજેતા બની.
થલતેજ સ્થિત બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમી ખાતે યોજાયેલ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં રાજ્યભરના 75+, 85+, અને 95+ એજ કેટેગરીની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટે અત્યંત સ્પર્ધાત્મક વાતાવરણમાં ખેલાડીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને ખેલમહત્તાનો ઉત્સવ બની રહ્યો.
આ ટુર્નામેન્ટ માટે AS30 સ્ટાન્ડર્ડના શટલકોક્સનો ઉપયોગ કરીને ઉચ્ચ-ગુણવત્તાવાળું ગેમપ્લે સુનિશ્ચિત કરવામાં આવ્યું. પ્રથમ વખત રેકોર્ડબ્રેક કેશ પ્રાઈઝ સાથે આયોજિત આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ₹1,11,000, ફર્સ્ટ રનર અપને ₹51,000 અને સેકન્ડ રનર અપને ₹25,000ની ઇનામ રકમ આપવામાં આવી — જે દરેક ટીમના ખેલાડીઓ માટે ઉત્સાહજનક બની રહ્યું.
ટુર્નામેન્ટના ફોર્મેટ મુજબ દરેક ટીમે 6 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં ઉંમર પાત્રતા મુજબ 30+ અને 35+ વર્ષની એજ ગ્રુપના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો .
આયોજક શ્રી જીતેન્દ્ર યાદવ, મેનેજીંગ ડિરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે, “અમે આ ટુર્નામેન્ટ દ્વારા સ્પષ્ટ સંદેશ આપીશું છીએ કે રમત અને સફળતા માટે ઉંમર ક્યારેય અવરોધ નથી. આ ચેમ્પિયનશિપમાં જુદી જુદી ઉંમરના ખેલાડીઓએ આત્મવિશ્વાસ અને સમર્પણ સાથે પોતાનું શ્રેષ્ઠ આપી ઓલ્ડ એજ ઈઝ જસ્ટ અ નંબર સાબિત કર્યું.”
ટુર્નામેન્ટમાં અર્લી ચાઈલ્ડહૂડ પ્લેયર્સથી લઈને વરિષ્ઠ (>50 વર્ષ) ખેલાડીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો — જે એકેડેમીની રમતગમત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
“બ્લેક એન્ડ વન કપ 2025” અમદાવાદ માટે એક યાદગાર ઇવેન્ટ બની રહી, જેમાં ફિટનેસ, ટીમવર્ક અને જીવનશૈલી માટે સ્પોર્ટ્સની ભૂમિકા ઉજાગર થઈ.
More Stories
કલિંગા બ્લેક ટાઇગર્સે તેમની જર્સી અને માસ્કોટનું અનાવરણ કર્યું, જે ઓડિશાના શક્તિશાળી બ્લેક ટાઇગર્સથી પ્રેરિત છે
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી HPV-કેન્સર સંબંધિતજનજાગૃતિ અભિયાન શરૂ કર્યું
અમદાવાદમાં અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અવ્વલ કન્યા ગૃહ તેમજ અવ્વલ ક્લબનો શુભારંભ