• ઈન-હાઉસ PET-CT સ્કેન અને એડવાન્સ રેડિયેશન થેરાપી જેવી સુવિધાઓ ઉપલબ્ધ
• આયુષ્માન ભારત (PMJAY) હેઠળ કેન્સરની તમામ સારવાર તદ્દન મફત
• 5,400 ચોરસ મીટરમાં ફેલાયેલું સમર્પિત કેન્સર કેર કેમ્પસ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થિત જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા કેન્સરની સારવાર માટે શહેરના સૌથી અદ્યતન ડેસ્ટિનેશનની જાહેરાત કરવામાં આવી છે. જીસીએસ હોસ્પિટલના COO ડૉ. જગદીશ ખોયાણી અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડૉ. ચિન્મયકુમાર પ્રજાપતિના જણાવ્યા અનુસાર, જીસીએસ હોસ્પિટલ હવે અમદાવાદની એકમાત્ર એવી ખાનગી મેડિકલ કોલેજ બની છે જે પોતાના કેમ્પસમાં જ PET-CT સ્કેન અને એડવાન્સ રેડિયેશન થેરાપીની સુવિધા ધરાવે છે.
જીસીએસ ખાતે કેન્સરના નિદાનથી લઈને સંપૂર્ણ સારવાર એક જ સ્થળે ઉપલબ્ધ છે. જેમાં PET-CT, સીટી સ્કેન, તમામ પ્રકારની કેન્સર સર્જરી, કીમોથેરાપી, રેડિયેશન થેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને પેલિએટિવ કેરનો સમાવેશ થાય છે. આ માટે 5,400 ચોરસ મીટરમાં ફેલાયેલું એક સમર્પિત કેન્સર કેર કેમ્પસ તૈયાર કરવામાં આવ્યું છે, જે માત્ર કેન્સરના દર્દીઓની વિશેષ કાળજી માટે કાર્યરત છે.
હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ‘ટ્રુબીમ’ (TrueBeam) ટેકનોલોજી ઉપલબ્ધ છે, જે કેન્સરના કોષો પર સચોટ પ્રહાર કરી દર્દીની સુરક્ષા અને ઝડપી રિકવરી સુનિશ્ચિત કરે છે. આ કેન્દ્રમાં મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, રેડિયેશન ઓન્કોલોજી અને ન્યુક્લિયર મેડિસિન જેવા વિવિધ વિભાગોના નિષ્ણાત ડોક્ટરોની ટીમ સેવારત છે.
જનકલ્યાણના હેતુથી અહીં આયુષ્માન ભારત (PMJAY) યોજના હેઠળ પાત્રતા ધરાવતા દર્દીઓને કેન્સરની તમામ સારવાર તદ્દન મફત આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, જે દર્દીઓ આયુષ્માન કાર્ડ ધરાવતા નથી, તેઓને પણ PMJAY પેકેજ રેટ મુજબ જ રાહત દરે સારવાર આપવામાં આવશે અને કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. આ ઉપરાંત વિવિધ TPA અને સરકારી યોજનાઓ હેઠળ કેશલેસ સારવારની સુવિધા પણ ઉપલબ્ધ છે.

More Stories
ડૉ. મિતાલી નાગ, આર્ક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત ‘Forever Asha – Eternal Voice’ કાર્યક્રમ ભવ્ય સફળ રહ્યો
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા એડવાન્સ ‘રાઈનોપ્લાસ્ટી વર્કશોપ’ (નાકની સર્જરી)નું આયોજન
અમદાવાદના કઠવાડા ખાતે 20 થી 22 એપ્રિલ દરમિયાન ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’ યોજાશે