અમદાવાદ, ગુજરાત ,જૂન 2026 : શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો (SLTPB), મુંબઈ સ્થિત શ્રીલંકાના કોન્સ્યુલેટ જનરલના સહયોગથી, 19 જૂન 2026ના રોજ અમદાવાદના ક્રાઉન પ્લાઝા અમદાવાદ ખાતે વિશેષ ટ્રાવેલ ટ્રેડ રોડશો અને નેટવર્કિંગ ઈવનિંગનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો હેતુ શ્રીલંકા અને ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણી હિતધારકોને એક મંચ પર લાવી નવા વ્યાવસાયિક અવસરોનું સર્જન કરવો તેમજ પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે.
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં પ્રવાસન ક્ષેત્રના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રશાંત મદલાણી (ચેરમેન, ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા – TAAI, ગુજરાત ચેપ્ટર), મિ. શ્રીરામ પટેલ (માનદ સેક્રેટરી જનરલ, TAAI), રોનક શાહ (નેશનલ મેનેજિંગ કમિટી મેમ્બર, ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા – TAFI) અને મુંજાલ ફિલર (પ્રેસિડેન્ટ, ટુર ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત – TAG) નો સમાવેશ થાય છે. શ્રીલંકાના પ્રતિનિધિમંડળ વતી નલિન જયસુંદરા (પ્રેસિડેન્ટ, શ્રીલંકા એસોસિએશન ઓફ ઇનબાઉન્ડ ટુર ઓપરેટર્સ – SLAITO અને બોર્ડ મેમ્બર, શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો),. ફવઝાન ફરીદ (રીજનલ મેનેજર – ઇન્ડિયા, બાંગ્લાદેશ અને નેપાળ, શ્રીલંકન એરલાઇન્સ), સુમન ઉધયકુમારન (સેલ્સ મેનેજર – મહારાષ્ટ્ર અને ગુજરાત, શ્રીલંકન એરલાઇન્સ) અને ઇમ્તિયાઝ મુનશી (સેલ્સ મેનેજર, ફિટ્સએર – FitsAir) ખાસ હાજર રહ્યા હતા. ભારતીય ટ્રાવેલ ટ્રેડ અને મીડિયાના સભ્યો તેમજ 46 જેટલી પ્રવાસન કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા શ્રીલંકાના ટ્રાવેલ ટ્રેડ પાર્ટનર્સની આ વિશાળ ઉપસ્થિતિ, ભારતીય ટ્રાવેલ ઉદ્યોગ સાથે જોડાણ મજબૂત કરવાની અને ગુજરાતના પ્રવાસીઓ માટે શ્રીલંકાને સૌથી મનપસંદ આંતરરાષ્ટ્રીય સ્થળ બનાવવાની શ્રીલંકા ટુરિઝમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.



આ પહેલ ભારતીય ટ્રાવેલ ટ્રેડ સાથે શ્રીલંકા ટુરિઝમના સતત સક્રિય જોડાણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સાથે જ, ભારતીય પ્રવાસીઓ માટે શ્રીલંકાને એક પસંદગીના આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વધુ મજબૂત રીતે સ્થાપિત કરવાના પ્રયાસોને પણ વેગ આપે છે. અમદાવાદ રોડશો શ્રીલંકા ટુરિઝમની ઉચ્ચ સંભાવનાઓ ધરાવતા પ્રાદેશિક બજારો પર કેન્દ્રિત વ્યૂહરચનાનો ભાગ છે અને ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે.
ભારત શ્રીલંકા માટે સૌથી મોટું પ્રવાસન સ્ત્રોત બજાર છે અને દેશના પ્રવાસન વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. વર્ષ 2025 દરમિયાન શ્રીલંકાએ 23 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું, જેમાંથી 5.31 લાખથી વધુ પ્રવાસીઓ ભારતમાંથી આવ્યા હતા. આ કુલ આંતરરાષ્ટ્રીય પ્રવાસી આગમનના લગભગ 23 ટકા જેટલા છે. આ જ ગતિને આગળ વધારતાં, શ્રીલંકા ટુરિઝમે વર્ષ 2026માં 30 લાખથી વધુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
ભારતના સૌથી ઝડપથી વિકસતા વ્યાવસાયિક કેન્દ્રોમાંના એક તરીકે અમદાવાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસન માટેના મહત્વપૂર્ણ આઉટબાઉન્ડ ટ્રાવેલ માર્કેટ તરીકે ઉભરી રહ્યું છે. વધતી આવક, આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીમાં સુધારો અને વેકેશન, ડેસ્ટિનેશન વેડિંગ્સ, પારિવારિક પ્રવાસો, લક્ઝરી અનુભવો, વેલનેસ ટુરિઝમ તથા MICE (મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સિસ અને એક્ઝિબિશન્સ) ક્ષેત્રમાં વધતી માંગને કારણે ગુજરાત શ્રીલંકા ટુરિઝમ માટે એક મહત્વપૂર્ણ બજાર તરીકે વિકસ્યું છે.
આ રોડશોમાં શ્રીલંકાના અગ્રણી પ્રવાસન ભાગીદારોનો પ્રતિનિધિમંડળ ભાગ લેશે, જેમાં હોટેલ્સ, રિસોર્ટ્સ, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઓ, પ્રવાસન આકર્ષણો, એરલાઇન્સ અને અન્ય પ્રવાસન સેવા પ્રદાતાઓનો સમાવેશ થયો. આ કાર્યક્રમ એ ગુજરાતના ટ્રાવેલ ટ્રેડ સમુદાયને શ્રીલંકાના પ્રવાસન ભાગીદારો સાથે સીધો સંપર્ક સાધવા, નવા પ્રવાસન ઉત્પાદનો વિશે જાણકારી મેળવવા અને પરસ્પર લાભદાયી વ્યાવસાયિક ભાગીદારીઓ વિકસાવવા માટેનું મૂલ્યવાન મંચ પૂરું પાડ્યું.
કાર્યક્રમ દરમિયાન બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) નેટવર્કિંગ સત્રો, ડેસ્ટિનેશન પ્રેઝન્ટેશન્સ, વન-ટુ-વન બાયર-સેલર મીટિંગ્સ, મીડિયા ઇન્ટરએક્શન, શ્રીલંકન સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ નેટવર્કિંગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું, જે બંને દેશોના પ્રવાસન ઉદ્યોગના પ્રતિનિધિઓ વચ્ચે અર્થપૂર્ણ સંવાદ અને સહકારને પ્રોત્સાહન આપે છે.
આ પહેલ અંગે શ્રીલંકા ટુરિઝમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ગુજરાત ભારતના સૌથી આશાસ્પદ આઉટબાઉન્ડ ટ્રાવેલ માર્કેટ્સમાંનું એક બનીને ઊભર્યું છે. અહીંના પ્રવાસીઓ એવા નજીકના આંતરરાષ્ટ્રીય સ્થળોની શોધમાં છે, જે તેમને વૈવિધ્યસભર અને યાદગાર અનુભવો પ્રદાન કરે. આ રોડશો દ્વારા અમે ટ્રાવેલ ટ્રેડ સમુદાય સાથેના અમારા સંબંધોને વધુ મજબૂત બનાવવા, શ્રીલંકાના વિશિષ્ટ પ્રવાસન અનુભવને રજૂ કરવા અને સહયોગ તથા વિકાસ માટે નવી તકો ઊભી કરવા આતુર છીએ.”
સ્વચ્છ દરિયાકિનારા, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, વન્યજીવનના અનોખા અનુભવો, મનોહર પ્રાકૃતિક દૃશ્યો, લક્ઝરી રિસોર્ટ્સ, વેલનેસ રિટ્રીટ્સ અને સાહસિક પ્રવાસન પ્રવૃત્તિઓ માટે જાણીતું શ્રીલંકા ભારતીય પ્રવાસીઓને વિવિધ અને યાદગાર અનુભવો પ્રદાન કરે છે. ભારત સાથેની મજબૂત હવાઈ કનેક્ટિવિટી અને સરળ પ્રવાસ સુવિધાઓ તેને એક આકર્ષક અને સુલભ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વધુ લોકપ્રિય બનાવે છે.
શ્રીલંકા અને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રના અગ્રણી હિતધારકોને એક મંચ પર લાવી આ અમદાવાદ રોડશો દ્વિપક્ષીય પ્રવાસન સંબંધોને વધુ મજબૂત બનાવે છે , નવા વ્યાવસાયિક સહયોગોને પ્રોત્સાહન આપે અને ગુજરાતમાંથી શ્રીલંકા તરફના પ્રવાસીઓની સંખ્યામાં સતત વૃદ્ધિને વેગ આપશે તેવી અપેક્ષા છે.

More Stories
ગુજરાત એક્સપોર્ટ લીડરશિપ ફોરમ 2026 એ “ગુજરાત ટુ ગ્લોબલ 2047” માટે એક મજબૂત રોડમેપ તૈયાર કર્યો
શ્રીલંકા ટુરિઝમ ગુજરાતમાં ટ્રાવેલ ટ્રેડ જોડાણોને વધુ મજબૂત બનાવવા અમદાવાદમાં વિશેષ રોડશો યોજશે
અમદાવાદમાં બ્રહ્મ સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમી દ્વારા “એકોસ્ટિકા રેકોર્ડિંગ સ્ટુડિયો”નું ભવ્ય ઉદ્ઘાટન