વાલ્મીકિ પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત તથા અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત હાઇ-ઓક્ટેન એક્શન-એડવેન્ચર મલ્ટીસ્ટારર ફિલ્મ ગેટ સેટ ગો’ (Get Set Go) બોક્સ ઓફિસ પર સફળતાના નવા શિખરો સર કરી રહી છે. ભવ્ય પ્રતિસાદ અને અપાર પ્રેમને કારણે આ ફિલ્મનું સિનેમાઘરોમાં બીજું સફળ સપ્તાહ ચાલુ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી ન જોવા મળી હોય તેવી બેસ્ટ એક્શન અને હાઈ-સ્પીડ ચેઝ સિક્વન્સ સાથે આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક નવો જ માહોલ ઊભો કરી રહી છે અને અત્યાર સુધીની સૌથી પાવરફુલ એક્શન ધરાવતી ફિલ્મ સાબિત થઈ રહી છે. વિશ્વભરમાં ભારત અને ગુજરાતી સિનેમાનું નામ રોશન કરતા આ ફિલ્મે 5 જેટલા પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ એવોર્ડ્સ પોતાના નામે કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે: 1. ગોલ્ડન ઈગલ USA ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬ – બેસ્ટ કોન્સેપ્ટ (Best Concept) 2. થાઈલેન્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬ – બેસ્ટ સોશિયલ અવેરનેસ સિનેમા (Best Social Awareness Cinema) 3.કોરિયા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬ – બેસ્ટ સિનેમેટોગ્રાફી (Best Cinematography) 4. ફ્રાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એન્ડ આર્ટ્સ એકેડેમી એવોર્ડ ૨૦૨૫-૨૬ – બેસ્ટ ફીચર ફિલ્મ (Best Feature Film) 5. લંડન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬ – બેસ્ટ ફિલ્મ (Best Film)
ગુજરાતી સિનેમામાં કાંઈક નવું લાવવા નિર્માતા, લેખક અને કલાકાર તરીકે જીનલ બેલાણી અને ભૌમિક સંપતની જોડીએ એક નવો ટ્રેન્ડ સર્જ્યો છે. ફિલ્મની મૂળ વાર્તા, સ્ક્રીનપ્લે અને સંવાદો જીનલ બેલાણીએ લખ્યા છે, જ્યારે ભૌમિક સંપતે રિયલ સાયકલ સ્ટન્ટ્સ, ફાઇટ સીન્સ અને ક્રિએટિવ ડાયરેક્શનથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે. ટેકનિકલ દ્રષ્ટિએ પણ આ ફિલ્મ અદભુત છે, જેમાં અત્યાધુનિક કમ્પ્યુટર ગ્રાફિક્સ અને હાઇ-ટેક VFXનો ઉપયોગ કરીને સાઇકલ સ્ટન્ટ્સને અત્યંત સચોટ અને રોમાંચક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમદાવાદના આઇકોનિક રિવરફ્રન્ટના શાનદાર દ્રશ્યો પ્રેક્ષકો માટે એક વિઝ્યુઅલ ટ્રીટ બની રહ્યા છે જે ફિલ્મને વૈશ્વિક સ્તરનો સ્પર્શ આપે છે.
આ એડવેન્ચર ડ્રામાની બીજી સૌથી મોટી ખાસિયત તેની વિશાળ અને દિગ્ગજ સ્ટારકાસ્ટ છે. બોલીવુડના જાણીતા અભિનેતા દીપક તિજોરીએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવીને ગુજરાતી દર્શકોના દિલ જીત્યા છે. તેમની સાથે જીનલ બેલાણી, ભૌમિક સંપત, રૌનક કામદાર, સંવેદના સુવાલ્કા, ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ, મુનિ ઝા અને ભાવિની જાની જેવા શ્રેષ્ઠ કલાકારો મોટા પડદા પર એકસાથે ધમાલ મચાવી રહ્યા છે. આ ફિલ્મ માત્ર સાઇકલિંગ પૂરતી સીમિત નથી, પરંતુ તે આત્મવિશ્વાસ, સાહસ, ઇમોશન અને ન્યાય માટે લડાતી એક ઉર્જાસભર સફર રજૂ કરે છે.
બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરવાની સાથે જીનલ બેલાણી અને ભૌમિક સંપતે ફિલ્મના પ્રચાર બજેટમાંથી ગુજરાત પૂર રાહત ભંડોળમાં યોગદાન આપીને પોતાની સામાજિક જવાબદારી પણ ઉત્તમ રીતે નિભાવી છે. બીજા સપ્તાહમાં પણ હાઉસફુલ જઈ રહેલી આ ફિલ્મ સાબિત કરે છે કે પ્રેક્ષકોને આ નવો વિષય અને હાઇ-લેવલ પ્રોડક્શન વેલ્યૂ ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ એક્શન-પેક્ડ વિઝ્યુઅલ રાઈડનો અદ્ભુત અનુભવ કરવા માટે દર્શકોએ નજીકના સિનેમાઘરોમાં જઈને ‘ગેટ સેટ ગો’ અચૂક નિહાળવી જોઈએ.

More Stories
ગુજરાતી સિનેમામાં મનોરંજનનો નવો સ્વાદ: ૧૮ સપ્ટેમ્બરે રિલીઝ થશે મલ્હાર ઠાકર અને પૂજા જોશી સ્ટારર ફિલ્મ ‘ચટણી’
ગુજરાતી સિનેમામાં એક્શનનો નવો અવતાર: ‘ગેટ સેટ ગો’માં ભૌમિક સંપતનો માસ્ટરસ્ટ્રોક
ગેટ સેટ ગો- મસ્ટ વોચ ફિલ્મ