“કૌશિક ગરાસિયાએ ‘કડકનાથ’ દ્વારા સાબિત કર્યું છે કે ગુજરાતી સિનેમા હવે નવા અને અલગ વિષયો પર પણ ગ્લોબલ લેવલની ફિલ્મો બનાવી શકે છે. શાનદાર સિનેમેટોગ્રાફી, ટાઇટ સ્ક્રિપ્ટ અને સચોટ દિગ્દર્શન આ ફિલ્મની સૌથી મોટી તાકાત છે. કોઈ પણ વધારાનો બિનજરૂરી ડ્રામા કર્યા વિના, દર્શકોને એક પ્યોર સસ્પેન્સનો અનુભવ કરાવતી આ ફિલ્મ આજની યુવા પેઢીને ખાસ પસંદ આવશે. મોટા પડદા પર જઈને આ સિનેમેટિક માસ્ટરપીસનો અનુભવ ખરેખર કરવા જેવો છે.”
દાહોદની આદિવાસી સંસ્કૃતિ અને ‘ભીલી’ બોલીનો આટલો સુંદર અને રિયલ ઉપયોગ ભાગ્યે જ કોઈ ફિલ્મમાં થયો હશે. મર્ડર મિસ્ટ્રીની સાથે સાથે ગામડાનું ભયાનક વાતાવરણ અને સહાયક કલાકારો ડેનિશા ઘુમરા અને ચેતન દૈયા નો દમદાર અભિનય ફિલ્મને એક અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે. એક એક સીનમાં મહેનત દેખાઈ આવે છે.
અભિનય બેંકરે અભયસિંહના પાત્રમાં જે માનસિક સંઘર્ષ અને રહસ્યમય ભ્રમ ભજવ્યા છે, તે ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવા છે. ગામનો એક ડાર્ક ભૂતકાળ અને સતત વધતું સસ્પેન્સ તમને એક પણ સેકન્ડ માટે સ્ક્રીન પરથી નજર હટાવવા નહીં દે. કેદાર-ભાર્ગવનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ રહસ્યમય વાતાવરણને વધુ અસરકારક અને જીવંત બનાવે છે. આ મૂવીને અમારા તરફથી 3 સ્ટાર આપીએ છીએ.


More Stories
અતુલ ઈન્ડિયા મૂવીઝ દ્વારા પ્રથમ ગુજરાતી પાન-ઈન્ડિયા ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’ની ઘોષણા ; 7 ભાષાઓમાં રામ નવમી 2027 પર થશે રિલીઝ
ગુજરાતી ફિલ્મ ‘કન્યા બદલાવો સાવધાન’નું પોસ્ટર લોન્ચ
પરંપરા, પ્રેમ અને મનોરંજનનો ચટપટો સ્વાદ: મલ્હાર ઠાકર અને પૂજા જોશી સ્ટારર ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર આઉટ