અમદાવાદ :- ભારતની ફર્ટિલિટી સેવાઓ પ્રદાન કરતી અગ્રણી સંસ્થાઓમાંની એક ઈન્દિરા આઈવીએફ હોસ્પિટલ લિમિટેડે તેના અમદાવાદ સેન્ટરને નવરંગપુરા સ્થિત વિશાળ અને આધુનિક નવનિર્મિત પરિસરમાં સ્થાનાંતરિત કર્યું છે. આ ટ્રાન્સફર શહેરમાં સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ થવા અને ગુજરાતમાં સુવ્યવસ્થિત તથા ટેક્નોલોજી આધારિત ફર્ટિલિટી કેરની પહોંચને મજબૂત બનાવવા માટેના સંસ્થાના સતત પ્રયાસોને દર્શાવે છે. નવા પરિસરમાં ટ્રાન્સફર કરવાની જાહેરાત ખાસ મહત્વની છે કારણ કે હાલમાં ઇન્ડિરા આઈવીએફે ભારતમાં પોતાના નેટવર્ક દ્વારા 2,00,000 થી વધુ સફળ પ્રેગ્નન્સી પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવી છે.
નવું સેન્ટર બીજી માળે, ધ મેડર્શિયલવન, કોમર્સ સિક્સ રોડ્સ પાસે, નવરંગપુરા, અમદાવાદમાં શરૂ કરવામાં આવી રહ્યું છે. અહીં ફર્ટિલિટી સંબંધિત તમામ તપાસો અને અસિસ્ટેડ રીપ્રોડક્ટિવ સેવાઓ ઉપલબ્ધ રહેશે, જે ઈન્દિરા આઈવીએફના સ્ટાન્ડર્ડ ક્લિનિકલ પ્રોટોકોલ અને આધુનિક લેબ સિસ્ટમ સાથે સંચાલિત થશે.
આ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અનિલ નાયક અને આઇએમએ ગુજરાત રાજ્ય અધ્યક્ષ ડૉ. અનિલ પટેલ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. સાથે જ આઇએમએ અમદાવાદના અધ્યક્ષ ડૉ. જિગ્નેશ શાહ અને અમદાવાદ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિકલ સોસાયટીના અધ્યક્ષ ડૉ. મુંજાલ પંડ્યા વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા। કાર્યક્રમમાં ઈન્દિરા આઈવીએફ નવરંગપુરા, અમદાવાદના સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. પાર્થ ડી. જોશી સહિત ઈન્દિરાઆઈવીએફના સિનિયર પ્રતિનિધિઓ અને મેડિકલ પ્રોફેશનલ્સ પણ હાજર રહ્યા.

ઈન્દિરા આઈવીએફ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નિતીજ મુરડિયા એ જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં અમદાવાદ ઈન્દિરા આઈવીએફની યાત્રાનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. જેમ જેમ રીપ્રોડક્ટિવ હેલ્થ વિશે જાગૃતિ વધી રહી છે, તેમ ફર્ટિલિટી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ હોવી અને યોગ્ય ક્લિનિકલ પ્રક્રિયાઓનો આધાર મળવો જરૂરી છે.મોટા અને આધુનિક સેન્ટરમાં ટ્રાન્સફર આ ક્ષેત્રમાં ફર્ટિલિટી કેરને મજબૂત બનાવવાની અને માતા-પિતા બનવાની ઈચ્છા ધરાવતા દંપતિઓને સહાય આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આઇએમએ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અનિલ નાયક એ જણાવ્યું કે નિઃસંતાનતા સારવાર આજના સમયમાં આરોગ્ય સેવાઓનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે.વધતી જાગૃતિને કારણે વધુ લોકો સમયસર તબીબી પરામર્શ લઈ રહ્યા છે. અનુભવી મેડિકલ ટીમ અને સુવ્યવસ્થિત સારવાર પ્રોટોકોલ ધરાવતા સેન્ટરો દર્દીઓને તેમની ફર્ટિલિટી યાત્રામાં મહત્વપૂર્ણ સહકાર આપી શકે છે.
આઇએમએ ગુજરાતના રાજ્ય અધ્યક્ષ ડૉ. અનિલ પટેલ એ જણાવ્યું કે રીપ્રોડક્ટિવ હેલ્થકેરની વધતી માંગ આ ક્ષેત્રમાં સુલભ અને સંકલિત ફર્ટિલિટી સેવાઓની જરૂરિયાત દર્શાવે છે. આ દિશામાં હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાથી પરામર્શ, તપાસ અને સારવાર સુધીની પહોંચ સુધરે છે, જેથી દર્દીઓ તેમની રીપ્રોડક્ટિવ હેલ્થ અંગે વિચારીને નિર્ણય લઈ શકે.
આઇએમએ અમદાવાદના અધ્યક્ષ ડૉ. જિગ્નેશ શાહ એ જણાવ્યું કે જાગૃતિ અને સમયસર તપાસ ફર્ટિલિટી સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શહેરમાં વ્યાપક ફર્ટિલિટી સેવાઓની ઉપલબ્ધતાથી દર્દીઓને યોગ્ય સમયે માર્ગદર્શન અને સારવાર મેળવવામાં મદદ મળે છે.
અમદાવાદ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિકલ સોસાયટીના અધ્યક્ષ ડૉ. મુંજાલ પંડ્યા એ જણાવ્યું કે રીપ્રોડક્ટિવ મેડિસિનના ક્ષેત્રમાં ડાયગ્નોસ્ટિક, સારવાર અને પેશન્ટ કેરના માધ્યમોમાં સતત પ્રગતિ થઈ રહી છે. સમર્પિત કેન્દ્રો દ્વારા સેવાઓનો વિસ્તાર વધુમાં વધુ દર્દીઓ સુધી જરૂરી તબીબી માર્ગદર્શન અને સહાય પહોંચાડવામાં મદદરૂપ બનશે.
ઈન્દિરા આઈવીએફ નવરંગપુરા, અમદાવાદના સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. પાર્થ ડી. જોશી એ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષોમાં અમને અમદાવાદ અને આસપાસના વિસ્તારોના અનેક દંપતિઓ અને વ્યક્તિઓને સહાય કરવાનો અવસર મળ્યો છે। નવા પરિસરમાં ટ્રાન્સફર અમને એવા વાતાવરણમાં વિશાળ ફર્ટિલિટી સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બનાવશે, જ્યાં દર્દીઓની સુવિધા, ક્લિનિકલ કાર્યક્ષમતા અને એક જ છત હેઠળ સર્વાંગી સારવારનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત થઈ શકે.
આ રિલોકેશન સાથે ઈન્દિરા આઈવીએફ ગુજરાતમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવી રહ્યું છે અને ફર્ટિલિટી કેર સેવાઓની પહોંચનો વિસ્તરણ કરી રહ્યું છે. ઈન્દિરા આઈવીએફ અમદાવાદ હોસ્પિટલ પુરુષ અને મહિલા બંને પ્રકારની નિઃસંતાનતા સંબંધિત સમસ્યાઓ માટે વિવિધ ફર્ટિલિટી અને અસિસ્ટેડ રીપ્રોડક્ટિવ સેવાઓ પ્રદાન કરશે, જેને સ્ટાન્ડર્ડ લેબ પ્રક્રિયા, ઈલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ્સ અને પેશન્ટ સેફ્ટી સિસ્ટમનો આધાર મળશે.

More Stories
સેમસંગએસ્માર્ટ એર કેરઅનેવીંડફ્રીક્લાયમેટસોલ્યુસન્સસાથેપ્રીમિયમરહેણાંકકૂલિંગનેનવીવ્યાખ્યાઆપી
ઇમર્જન્ટ અને રાજ શમાણીએ ભારતીય વ્યવસાયોમાં AI અપનાવવાની ગતિ વધારવા રૂ.1કરોડના ચેલેન્જની ઘોષણા કરી
આરકે ગ્રુપની કંપની વન્ડર હોમ ફાઇનાન્સ (WHFL) નવી શાખાનું ઉદ્ઘાટન